23 જૂનથી અધિકારીઓ મતદારોનાં ઘેર ઘેરફરશે - નવી મતદાર યાદી: ૨૦૧૪માં યોજનારી લોકસભાની ચૂંટણી પહેલાં તંત્ર દ્વારા નવી મતદાર યાદી તૈયાર કરવા કવાયત - ૧લી જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ૧૮ વર્ષ પૂરા કરનાર નવા મતદારો ઉમેરાશે ૨૦૧૪માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલાં તમામ નાગરિકોના નામો મતદાર યાદીમાં આવે તે હેતુથી શરૂ કરવામાં આવનાર નવી મતદાર યાદી માટે ૨૩ જૂનથી અધિકારીઓ મતદારોના ઘરે ઘરે ફરશે. આગામી વર્ષ ૨૦૧૪માં આવનાર લોકસભાની ચૂંટણી પહેલાં મતદાર યાદીને ખામી રહિત બનાવવા માટે ઘરે ઘરે જઈ તમામ મતદારોની વિગતો ચકસવાનો ચૂંટણી પંચે આદેશ આપ્યો છે. જે અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લામાં આગામી ૨૩ જૂનથી ૨૧ જુલાઈ સુધી નવી મતદાર યાદી તૈયાર કરવા અધિકારીઓ મતદારોના ઘરે ઘરે જશે. આ કાર્યવાહીમાં આગામી ૧લી જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ૧૮ વર્ષ પૂરા કરનાર યુવાનનાં નવા નામ દાખલ કરવા સહિત સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામ બદલવાની કામગીરી કરવામાં આવશે. - ૭ જુલાઈએ મતદાન મથકે કાર્યક્રમ મતદારોના ઘરે ઘરે ફરી ફોર્મ ભરાવવાની કામગીરી કરવા સાથે જો કોઈ મતદાર જરૂરી પુરાવા કે ફોર્મ તુરત જ આપી ના શકે તેવા સંજોગોમાં મતદારોની સુવિધા માટે આગામી ૭ જુલાઈના રોજ તમામ મતદાન મથકોએ બૂથ લેવલ ઓફિસર હાજર રહેશે. - નવી સોસાયટીઓની નોંધણી કરાશે છેલ્લા વર્ષોમાં શહેરમાં સંખ્યાબંધ નવી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ બની ગયા છે. ત્યારે નવી મતદાર યાદી બનાવવાની આ કામગીરીમાં શહેરમાં નવી બનેલી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં રહેવા આવેલા રહીશોની વિગતો પણ આ અભિયાનમાં એકત્રિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે માટે એક અલગ પત્રક બનાવાશે.
No comments:
Post a Comment