I daily upload good stuff for mobiles,pc,laptops ,education and computer accessoires..Plz visits daily..
Alpesh Parmar
menu
▼
Friday, December 20, 2013
INCREASE YOUR SPEED BY KEYBOARD....
સોફ્ટવેર વગર તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારો
સામાન્ય રીતે બહુ વધારે ફાઇલ તેમજ સોફ્ટવેરના કારણોસર અથવા વાયરસના કારણે કમ્પ્યુટર સ્લો પડી જાય છે. કોઈ ફાઇલ પર ડબલ ક્લિક કર્યા પછી પણ જો ફાઇલ ખૂલવામાં સમય લાગે તો સમજવું કે તમારા કમ્પ્યુટરની ગતિ ધીમી પડી ગઈ છે.આમ તો ઘણાં એવાં સોફ્ટવેર છે, જેની મદદ વડે કમ્પ્યુટરની સ્પીડમાં વધારો કરી શકાય છે, પરંતુ મિત્રો એકએવી તરકીબ છે જેમાં વગર સોફ્ટવેરે પણ તમે તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારી શકો છો. તમારા કમ્પ્યુટરમાં બે પ્રોગ્રામ્સ એવા હોય છે જેની મદદથી કમ્પ્યુટર સ્પીડ વધારી શકાય છે.
સૌ પ્રથમ તમારે Start પર ક્લિક કરવાનું રહેશે. તેમાં All Programs પરથી Accessories પર જશો એટલે System tools દેખાશે અને તેના પર ક્લિક કરતાં જ તમને Disk cleanup લખેલું નજરે પડશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમને એક આઇકોન દેખાશે. જેમાં તમારે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે. જેમાં તમને પૂછવામાં આવશે કે, Are you sure you want to perform these actions? હવે તમારે yesઉપર ક્લિક કરવાનું રહેશે. આવી રીતે તમારી સ્ક્રિન ઉપર એક બોક્ષ ખૂલશે જેમાં તમારેok કરવાનું રહેશે. ત્યારબાદ તે કામ શરૂ કરી દેશે. હવે તમારી સામે એક આઇકોન આવશે એટલે કે તમને ટૂલ કામ કરતું નજરે પડશે. જ્યારે તેનું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તે આપોઆપ બંધ થઈ જશે.મિત્રો, હવે તમારા કમ્પ્યુટરની સ્પીડ ચેક કરી લો, પહેલાં કરતાં સ્પીડ વધી ગઈ હશે.ડિસ્ક ક્લીનઅપઆ ડિસ્ક ક્લીનઅપની મદદથી કમ્પ્યુટરમાં રહેલી ફાઇલ કમ્પ્રેસ થાય છે અને ટેમ્પરરી ફાઇલ્સને આપોઆપ ડીલિટ કરી નાખે છે તેમજ કમ્પ્યુટરની સફાઈ કરી દે છે, જેના કારણે કમ્પ્યુટરની સ્પીડમાં વધારો થાય છે. Www.Shixan.in
No comments:
Post a Comment