ફિક્સપગારદારોની આશા પર
ફરી પાણી ફરી ગયું. છેલ્લા પંદર
દિવસોથી વેતન વધશે, વર્ષ
ઘટશેની ઝીણી ઝીણી મીઠી અફવાનો નિર્દયી રીતે
અંત આવ્યો. ફિક્સ પગાર અંગે માત્ર ફિક્સ
કર્મચારી અને તેના કુટુંબ સિવાય કોઇપણ
ગુજરાતી ગંભીર નથી.
પુરા પગારવાળા મિત્રોના બધા જ
પ્રશ્નો ધીરેધીરે ઉકેલાય ગયા છે હાયર
ગ્રેડનો એચ ટાટ પાસ ન કરવાનો પરિપત્ર
પણ
થોડા દિવસોમાં આપણી શાળામાં પહોંચી જશે.
૫૦ ટકા ડી.એ પણ મર્જ થઈ જશે. મેડીકલ પણ
વધી ગયું. ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર પણ
થઇ ગયું. આ ઉપરાંત એવા ઘણા પ્રશ્નો જે
પડતર હતાં તે શિક્ષક સંઘના પ્રયત્નો અને
કંઇક રાજય સરકારની મરજીના કારણે
છેલ્લા એક વર્ષમાં ઉકેલાઇ ગયા છે. પણ
છેલ્લા અઢી વર્ષથી ફિક્સવેતનમાં એક પણ
રૂપિયાનો વધારો થયો નથી.
આજથી પંદર વર્ષ
પહેલા રાજ્યની તત્કાલીન સરકારે
ફિક્સવેતન અને ફિક્સ સમયની સાંકળ
રાજ્યના યુવાનોના ગળામાં પહેરાવી દીધી જે
હજુ પણ યુવાનોના ગળા ભીંસી રહી છે
પણ તેની ચીસ કોઇના કાને
પડતી નથી અને પડે છે તો કોઇ કાને ધરતુ
નથી. ફિક્સ કર્મચારીનો ફજેતો થઇ
રહ્યો છે, બીજી બાજુ બેકારી ભરડો લઇ
ગઇ છે. ગુજરાત સરકારની શિક્ષણ
વિભાગની એક પણ ભરતી કોર્ટમેટર
થયા વિના જાણે અધુરી લાગે છે!
ગુણોત્સવમાં પણ તારીખો પડ્યે રાખે છે.
સુપ્રીમકોર્ટમાં કઇ સિસ્ટમથી કેસ
ચાલતો હશે તે હજુ સુધી કોઇ જાણી શક્યું
નથી. ગુજરાતનું શિક્ષણ કથળતું જાય છે
એવા અહેવાલ સાથે પ્રાથમિક શિક્ષણ
૨૮માં ક્રમે ધકેલાયું છે....... હવે તમે
વિચારો હું તો એટલું જ કહુ છું કે આ બધું જાય
તેલ લેવા આપણે આપણી ફરજ
પુરી નિષ્ઠાથી બજાવ્યે રાખો અને
ફિક્સના બાકી વર્ષો સુખે દુઃખે પસાર
કરી નાખો. આપણી નિષ્ઠા અને
નાના ભૂલકાના જીવનઘડતર
માટેના પ્રયત્નો એક દિવસ આપણું જીવન
ખુશીયોથી ભરી દેશે. બાકી બધાને ઈશ્વર
પૂછશે.
menu
▼
No comments:
Post a Comment