menu

Thursday, November 16, 2017

Real story of rani padmavati india

Hi to all my students

સતી રાણી પદ્માવતી દેવી નો ઇતિહાસ.

*PADMAVATI*

રાણી પદ્માવતી પર બેનલી ફિલ્મ હમણાં થોડા સમયમા રિલીઝ થવાની છે . 

પણ શું તમેં તેમના સાચા ઇતિહાસ વિશે જાણો છો ? 

તો આજ જાણો સતી પદ્માવતી દેવી નો સંપૂર્ણ ઇતિહાસ.


રાણી પદ્માવતી સિંઘલ રાજ્ય ની રાજ્યકુંવરી હતા.તેમના વિવાહ ચિતોડ ના રાજા રાવ રત્નસિંહ ની સાથે વિવાહ થયા હતા.

સતી પદ્માવતી ખૂબ જ સુંદર હતા. 


એક વખત રત્નસિંહ જી એ તેમના દરબાર માં એક સંગીતકાર રાઘવ ને અગમ્ય કારણો સર ચિતોડ રાજ્ય માંથી દેશવટો આપી દિધો હતો.



આ અપમાન તેને  સહન ન થયું ને તે તુરંત દિલ્લી માં અલાઉદ્દીન ખીલજી ને ત્યાં ગયો અને તેને રાણી પદ્માવતી ના એટલા વખાણ કર્યા કે તે તેમના પર મોહિત થઈ પડ્યો અને તુરંત જ તેને ચિતોડ જવાની તૈયારી કરી . 



તેને થયું કે હમણાં જ ચિતોડ ભાંગી ને પદ્માવતી ને પામી જઈશ પણ ચિતોડ ની અભેદ્ય કિલ્લા ની રચના જોઈ તે દંગ રહી ગયો.


આથી તેને ત્યાંજ પડાવ નાખી દીધો અને ચિતોડ માં ઘુસવા ની યોજના બનાવી.

જેમાં અલાઉદીન દ્વારા સંદેશ મોકલ્યો કે હું રાણી પદ્માવતી જી ને મારી બહેન માનું છું મને એકવાર તેમના દર્શન કરવા દ્યો.


પણ રત્નસિંહજી એ રાજપુતી રિવાજ ની વિરુદ્ધ નો એ પ્રસ્તાવ ઠુકરાવ્યો.


પણ ખીલજી એ ખૂબ જ આગ્રહ કરતા અરીસા ના પ્રતિબિંબ વચ્ચે તેમને જોવાનું વચન અને સંધિ કરીને બહાનુ કર્યું.



રાવ આ વાત માની ગયા અને ખીલજી ને અંદર આવા દીધો . અરીસા માં જોય ને તે ખુબજ વધુ મોહિત થઈ પડ્યો .



પછી રાવ સાથે ભોજન કરી ને રાવ ખુદ તેમની સાત દરવાજા ની અભેદ્ય સુરક્ષા છોડી ને ખીલજી ને મુકવા ગયા આ તક નો લાભ લઇ ખીલજી એ તેમને બંધક બનાવ્યા અને સંદેશ મોકલાવ્યો કે જો રત્નસિંહ ને જીવિત જોવા માંગતા હોય તો તરત જ પદ્માવતી ને મોકલી આપો.


એટલે તેમના સેનાપતી ગાલા અને બાદલ નામના યોદ્ધા પાસે દેવી પદ્માવતી ગયા અને બધી જ વાત કરી આપી .


એટલે તેમણે એક યોજના ઘડી કે જેમાં નક્કી થયું  કે પદ્માવતી દેવી પાલખી માં બેસી ને તેમની પાસે આવે છે તેવો સંદેશ મોકલ્યો .


પણ આ પાલખી માં પદ્માવતી ની જગ્યા એ સેનાપતિ હતા .અને બાકી સ્ત્રી ના વેશમાં યોદ્ધા ઓ હતા જેમાં અલાઉદીને પદ્માવતી ની પાલખીને એક બાજુ તારવી પોતાના તંબુ તરફ લઈ ગયો.




જેવી પાલખી તરફ જોયું કે અંદર થી સેનાપતિ એ ખીલજી પર હુમલો કરી દીધો.


આ અઓચિંતા હુમલા માં ખીલજી સેના અવાક બની ગઈ . અને ભીષણ કોહરામ મચાવી ને રતનસિંહ ને બચાવી લીધા પણ ..


સેનાપતિ ગાલા અને ખીલજી ના સેનાપતિ વચ્ચે  યુદ્ધ ચાલુ હતું.


ખીલજી ના સેનાપતિ એ ગાલાજી નું માથું કાપી નાખ્યું પણ....

માથા વગર નું ધડ માંડ્યું ખીલજી ની સેના ને વિખવા.



એક પછી એક ત્રણ સેનાપતિ ના મસ્તક કાપ્યા . 101 જેટલા સેનિકો ના માથા ઉતર્યા ખીલજી આ  જોય ને ગભરાઈ ગયો.

અંત માં ધડે 522 જેટલા લોકોના મસ્તક કાપીને ચિતોડ ના રણ મેદાન માં પડ્યું.

આ બાજુ રતનસિંહ સુરક્ષિત પહોંચી ગયા પણ લાંબા સમય સુધી ખીલજી સેના એ પડાવ નાખ્યો હોવાથી કિલ્લામાં અનાજ ખાવા નું ખૂટી ગયું. 


જેથી રાવ રતનસિંહે આરપાર ની લડાઈ જાહેર કરી ને  ધીંગાણું આદર્યું પણ રાજા રતનસિંહ યુદ્ધ ભૂમિમાં 1200 સૈનિકો ના કતલ કરી ને વીરગતિ પામ્યા.

ચિતોડ ના તમામ પુરુષો આ યુદ્ધમાં ખપી ગયા અને ખીલજી સેના ના માત્ર 200 જેટલ્સ જ સૈનિકો વધ્યા.

આ વાત ની જાણ થતા રાજપુતી રિવાજ પ્રમાણે રાણી પદ્માવતી દેવી એ જોહર ( અગ્નિ સ્નાન ) નું  વિચાર્યું.

એટલે તેમણે ચિતોડ ની 1000 જેટલી સ્ત્રીઓ સાથે હવન કુંડ સળગાવી શરીર પર  ઘી માં ભીંજવેલ કપડાં પહેર્યા .

 એક મોટો હવન કુંડ સળગાવ્યો , કપાસ , લાકડા ને ધખધખતા ભયંકર અગ્નિ માં 1000 જેટલી સતી ઓ કુંડ માં પડી ને જીવ આપ્યો

ખીલજી જ્યારે અંદર આવ્યો ત્યારે જોયું કે અંદર મહેલ માં સળગતી ખોપરી તો કોક પોતાના નાના બાળકો ને ખોળામાં લઈ ને અને પદ્માવતી દેવી જી  રતનસિંહ ના પાર્થિવ દેહ ને ખોળા માં લઈને બળતા ભળ્યા . 


એટલું જ નહીં  કોઈ પણ સ્ત્રી કોઈ પણ પ્રકાર ની પીડા નો એક શબ્દ પણ બોલતી ન હતી .


આ જોય ખીલજી ખૂબ જ દુઃખી થયો .


આ હતી રાણી પદ્માવતી ની વાત  આ ઇતિહાસ પ્રમાણભૂત પુરાવા ને આધારે મળેલ છે 


આ કુંડ હજુય  છે. અને ગાલાજી તથા બાદલ ની ખાંભી હજુ પણ ઇતિહાસ ની સાક્ષી પૂરે છે.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment