menu

Saturday, October 21, 2023

sasaram railway station studnets reading

*આપણા સમાજના નવયુવાનો માટે પ્રેરણારૂપ અને પ્રોત્સાહક આ એક મેસેજ છે,*
*અંત સુધી જરૂરથી વાંચજો અને  દરેક જ્ઞાતિબંધુઓને વંચાવજો અને પહોચાડશો*
🙏🏻🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻

👆🏻આ તસવીર છે બિહારના સાસારામ જંકશનની IIT, IIM અને UPSC જેવી પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોનું આ મનપસંદ અભ્યાસ કેન્દ્ર કે લાઈબ્રેરી છે. રોજ સવારે અને સાંજે બબ્બે કલાક આ રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ અને ૨, અભ્યાસ વર્ગ અને લાઇબ્રેરીમાં બદલાઈ જાય છે. એનું કારણ એ છે કે, બિહારનો રોહતસ જિલ્લો ડાબેરી વિગ્રહ પીડિત છે જયાં ગામડાઓમાં લાઈટ નથી, જ્યારે રેલ્વે સ્ટેશન પર ૨૪X૭ ઈલેક્ટ્રિસિટી છે. રોહતસ જિલ્લાના વિદ્યાર્થીઓની કારકિર્દીનું અંતિમ ધ્યેય ઉચ્ચ સરકારી નોકરીનું છે. સને ૨૦૦૨ માં વિદ્યાર્થીઓના એક નાના ગ્રુપે અભ્યાસ માટે સાસારામ રેલવેસ્ટેશન પર આવવાનું શરૂ કર્યું ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે. હવે તો " સાસારામ રેલવે સ્ટેશન " સ્ટડી ગ્રુપ એક સંસ્થા જેવું બની ગયું છે. ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલા અને નહીં કરી શકેલા સિનિયર વિદ્યાર્થીઓ અહીં આવીને જુનિયર યુવાનોને તાલીમ આપે છે. સહકારી શિક્ષણનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. સાસારામ રેલવે સ્ટેશને પણ વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરમાં પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને ૫૦૦ જેટલાં I.Card ઇસ્યુ કર્યાં છે. જેથી તેઓ સરળતાથી આવ-જા કરી શકે અને પ્લેટફોર્મને ટેમ્પરરી ઓપન ક્લાસરૂમ તરીકે વાપરી શકે. કેટલાક વિદ્યાર્થીઓ તો ઘરે જતા જ નથી. અહીં જ ભણે, રહે અને સૂવે પણ છે.
*" ઇરાદાઓ મજબૂત હોય ત્યાં વિષમ પરિસ્થિતિ ગૌણ છે..... "*

No comments:

Post a Comment